ઈતિહાસ આરસીમાં પેટલાદનું પ્રતિબીંબ
તે વખતે નગરનો વહિવટ સરકારની મદદથી થતો હતો. સને ૧૯૪૯ માં ડીસ્ટ્રીકટ મ્યુનિસીપાલીટી અને છેલ્લે સને ૧૯પ૬ થી મ્યુનિસીપાલીટી તરીકે ચાલુ છે. ૧૮ માં સૈકા દરમ્યાન પેટલાદમાં સુપ્રસિઘ્ધ કાળકા માતાજીનું મંદિર, તેની બાજુમાં ભૈરવનાથ અને હનુમાનજીની મૂર્તિની સ્થાપન થયુ હતુ. રોજગાર ક્ષેત્રે પેટલાદ ખાતે સને ૧૮૯૪ માં ધ પેટલાદ ટર્કીરેડ ડાય વર્કસ શરૂ થઈ હતી. જેના થોડા સમયબાદ સને ૧૯૧૯ માં ધી પેટલાદ બુલાખીદાસ મીલ્સ અને ધી રાજરત્ન નારણભાઈ મીલ્સ શરૂ થઈ હતી. આ બંને મીલો ઘ્વારા કેટલાંય કુટુંબોને રોજી રોટી મળતી હતી. બાળકો અને મહિલાઓ માટે શિક્ષણ વાંચન મળી રહે તેવા શુભાશયથી સને ૧૯ર૧ માં સ્વ. અ.સૌ.તારાલ૧મી સાર્વજનિક મહિલા પુસ્તકાલય અને સને ૧૯ર૬ -ર૭ માં પરીખ અમૃતલાલ રમણલાલ સાર્વજનિક બાળ પુસ્તકાલય શરૂ કરવામંા આવ્યા હતા. જે આજે પણ કાર્યરત છે. સને ૧૯૩૯ માં રસાયણ વિભાગનો વિકાસ થાય તે હેતુસર સલ્ફયુરીક એસીડનો પ્લાંટ નાખવામાં આવ્યો હતો. જેમાં સરેરાશ દોઢ લાખ ટનનું ઉત્પાદન થતુ હતુ. પરંતુ વધતી જતી માંગને કારણે સને ૧૯૪૪ માં ઉત્પાદન વધારી સવા બે લાખ ટન કરવામાં આવ્યું આ એસીડ મુંબઈ, દિલ્હી, મદ્રાસ, આગ્રા, ઈન્દોર, વિગેરે શહેરમાં રવાના થતુ હતું. સમય જતાં આરોગ્ય ક્ષેત્રે સને ૧૯૪૧ માં પ્રતાપસિંહ ગાયકવાડના હસ્તે સયાજી રુગ્ણાલય શરૂ થયુ હતુ. જેમાં ૧૦ર પથારીઓ હતી. અને સરેરાશ ૧૬૦ થી ૧૮૦ જેટલા દર્દીઓ લાભ લેતા હતા. આજે આ જિલ્લાની એકમાત્ર સિવીલ હોસ્પીટલ છે. આ નગરને શિક્ષણ માટે પરીખ કુટંબના દાનવીરો મળ્યા હતા. જેઓની અનેક શૈક્ષણિક સંસ્થાઓનો લાભ લોકો આજે પણ લઈ રહયા છે. સને ૧૯૪પ માં આર .કે. પરીખ આર્ટસ કોલેજ તથા સને ૧૯૪૭ માં સાયન્સ કોલેજ શરૂ થઈ હતી. આજે અહીયા બી.એડ. કોલેજ પણ કાર્યરત છે. વેપાર ક્ષેત્રે લોકોને અનુકુળ રહે તે માટે સને ૧૯૬૦ માં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું માર્કેટ યાર્ડ શરૂ થયા હતા. ત્યારબાદ લાલ બહાદુર શાસ્ત્રીગંજ બન્યુ હતુ. ૧૯પ૦ ની આસપાસ હાથશાળ, ટેક્ષટાઈલના અનેક કારખાના શરૂ થયા હતા. વડોદરા રાજયના ત્રણ મીલો, બે રંગશાળાઓ, મેચ ફેકટરી, પેન્સીલ ફેકટરી , સિલ્ક મીલ, તારામંડળનું કારખાનુ, એસીડ ફેકટરી, રપ૦ જેટલી યંત્રશાળાઓ, ચરોતર ખાંડ ઉદ્યોગ જીનીંગ ફેકટરી, બીડીઓ, બનાવવાના કારખાના વગેરે હતા. દરમ્યાન અનેક લીલી -સુકીનો અનુભવ કર્યો છે. જેમ માનવ જીવનમાં કર્મ સંજોગે ચઢતી પડતી આવે છે. તેમ નગરજીવનમાં ચડતી પડતી આવી છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment